સુરત શહેરમાં સ્થનિક પોલીસ સાથે ભીડવાળી જગ્યા પર અશ્વ દળ ‘માઉન્ટેડ પોલીસ યુનિટ ફરજ બજવશે,હાલ સુરત શહેર પોલીસ પાસે 16 અશ્વ છે જેમાં 6 હાલમાં ફરજમાં છે 5 ટ્રેનિંગ છે,સુરત શહેર પોલીસદળનું બળ વધારશે ‘અશ્વબળ’, સરકારે લાખો રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે, પરંતુ અશ્વ દળ જે તમને પરેડ અને પેટ્રોલિંગમાં મસ્ત અને ખુબસુરત દેખાય તમારી આંખ ની ઠંડક બનતા હોઈ છે, એ અશ્વ અસલ જીવનમાં ક્યાં રહે છે અને કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ આજે સંદેશ ન્યુઝ તમને બતાવશે.
જરૂરી નાણા ભંડોળ ફાળવવાની મંજૂરી પણ મળી
ભારતીય સેનામાં આજે પણ અશ્વદળ છે અને રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં આજે પણ ઊંટ પર બેસીને પેટ્રોલિંગ કરીને સરહદોની સુરક્ષા કરવામાં આવે છે,રાજ્યમાં પોલીસ માટે પણ ખાસ યુનિટ ઊભી કરવામાં કરવમાં આવી છે, જે અશ્વ એટલે કે ઘોડાઓનો ઉપયોગ કરશે અને આ માટે જરૂરી નાણા ભંડોળ ફાળવવાની મંજૂરી પણ રાજ્યના સરકાર દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, હાલમાં રાજ્ય સરકાર અશ્વ અટલે ઘોડા પણ નવા લેવાની તૈયારી કરી છે, હાલમાં સુરત ખાતે મોહરમના જુલુસમાં પ્રથમ વખત શહેરમાં અશ્વ દળ જોવા મળ્યું હતું આગામી દિવસમાં સુરત એવા વિસ્તારમાં પોલોસ મોબાઈલ વેન કે મોટરસાયકલ નહિ જશે ત્યાં અશ્વ દળ ફરજ બજાવશે.
સુરતમાં અશ્વ દળ માટે 17 ઘોડાનું મહેકમ છે
સુરતમાં અશ્વ દળ માટે 17 ઘોડાનું મહેકમ છે જેમાં હાલ 6 અશ્વ દળ સેવા કરે છે બાકીના પાંચ ટ્રેનિંગમાં ગયા છે, સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમ સીંગ ગેહલોત આવ્યા બાદ અશ્વ દળ વધુ ઉપયોગ કરવા સાથે પેટ્રોલિંગ શરૂ કરાયું છે, હાલમાં તાપી નદીના રિવર ફન્ટ પર સાંજે ચાલતા સિનિયર સીટીઝન માટે પેટ્રોલિંગ કરવા માટે 2 અશ્વ દળ ફરજ પર મૂકિયાં છે, સુરત શહેર પોલીસની પરેડ ની શાન, અને રસ્તા પર કરતા પેટ્રોલિંગ અશ્વ ક્યાં રહે છે એ પણ જોવા જેવું છે,સુરત શહેર પોલીસનું અશ્વ માટે બનાવામાં આવેલું અસ્તબલ ખુદ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી પરિસ્થિતિ માં અશ્વ અને એના દેખરેખ કરનારા પોલીસ કર્મીઓ બેસવા માટે મજબૂર છે.









