સુરતમાં રૂ 4.55 કરોડનો હીરો બદલી નાખવાના કેસમાં હીરો પરત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આરોપીએ હીરો જોવાના બહાને બદલી લીધો હતો.વેપારી યોગશ કાકલોતરનો 10.08 કેરેટનો રૂ 4.35 કરોડનો હીરો વેચાણ અર્થે આપ્યો હતો.આરોપી હિતેશ પુરોહિતે હીરો ખરીદવા હાથમાં લઈ જોવાના બહાને નકલી હીરાથી બદલી નાખ્યો હતો.કોર્ટે મુદામાલની કિંમતની દોઢી રકમના જામીન અને તેટલી રકમના બોન્ડ પર આ હુકમ કર્યો હતો.


[[$googlead]]

પોલીસે આરોપીને ઝડપીને હીરો કબજે કર્યો

મહિધરપુરા હીરા બજારના વેપારી યોગશ કાકલોતરનો 10.08 કેરેટનો 4.55 કરોડનો હીરો વેચાણ અર્થે દલાલ મારફત આપતા આરોપી હિતેશ પુરોહિતે આ હીરો ખરીદવા હાથમાં લઈ જોવાના બહાને નકલી હીરાથી બદલી નાંખ્યો હતો. આ અંગે ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી હીરો કબજે કર્યો હતો હતો. આથી મુદ્દામાલ છોડાવવા માટે યોગેશ કાકલોતરએ કોર્ટમાં અરજી કરી હતી. 

[[$alsoread]]

  • Follow us on: