સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી છે. સુરતમાં રેલવે મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન સ્લેબમાં તિરાડ પડી હતી. પિલ્લર પર ઓવરહેડ ચઢાવવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટનાથી આબાદ બચાવ થયો છે. ઉદ્ઘાટન પહેલા જ બ્રિજના પીલ્લર પર ઓવરહેડ ચઢાવવા જતા ઓવરહેટ થોડો નમી ગયો હતો. અચાનક ઓવરહેડ નમી જતા કામ કરી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.


[[$googlead]]

સરોલી પાસે મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રો બ્રિજના સ્લેબ તિરાડ પડી

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રો બ્રિજના સ્લેબ તિરાડ પડતા થોડો નમી પડ્યો છે. આ બનાવ સરોલી પાસે બન્યો છે. મેટ્રો બ્રિજના સ્લેબમાં તિરાડ પડ્યા બાદ તૂટી ન પડતા મોટી ઘટના બનતા અટકી છે. કારણ કે નીચે લોકો પ્રસાર થતા હોય છે. સ્લેબ તુટવાની ઘટનાને લઈને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

[[$alsoread]]

અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

સુરતમાં મેટ્રોનો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યારે અચાનક આ રીતે કામગીરીમાં ખામી જોવા મળતા કંપનીની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. નબળી કામગીરીને જોતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


  • Follow us on: