સુરતમાં વ્યાજખોરીનો ધંધો કરતો માથાભારે લાલી પોલીસના શંકજામાં આવ્યો છે. પોલીસે લાલીની ઓફિસમાં તપાસ કરતા અલગ-અલગ ડોક્યુમેન્ટો તેમજ બેન્કના ચેક મળી આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ માહિતી એકઠી કરી છે. તો ધંધામાં કમાયેલી મિલકતોને લઈ પોલીસ ED વિભાગને જાણ કરી શકે છે. વ્યાજખોર લાલી છેલ્લા 25 વર્ષથી વ્યાજખોરીનો ધંધો કરતો હતો.


[[$googlead]]

વ્યાજખોર લાલીના કેસમાં ED કરશે એન્ટ્રી

[[$alsoread]]

સુરત શહેરમાં વર્ષોથી વ્યાજખોરીનો ધંધો કરતો લાલી પોલીસના હાથે ઝડપાયો છે. સુરતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને લઈ લાલી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. લાલી પાસે અઢળક મિલકતો હોવાથી પોલીસે તેની ઓફિસ પર જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કામરેજ હાઇવે ઉપર લાલીનું ફાર્મ હાઉસ આવેલુ છે જેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા જેટલી છે. આરોપી લાલી આગોતરા જામીન સાથે હાજર થયો હતો. લાલી સામે ઉધના પોલીસે બીજો ગુનો નોંધ્યો છે. લાલી વિરુદ્ધ બીજો ગુનો નોંધાતા લોક-અપમાં પુરાયો છે.

  • Follow us on: