ગુજરાત રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ યોજાયો છે. જેમાં રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે. સુરતનામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે. સુરતમાં સરકારી શાળામાં હર્ષ સંધવીએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્કૂલ બેગ અને કીટ સાથે છત્રી આપી ધોરણ 1માં પ્રવેશ કરતા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.


[[$googlead]]

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્ર હર્ષ સંઘવી જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ શાળાના વિદ્યાર્થીઓ દુનિયામાં ડંકો વગાડશે. બાળકને કુમકુમ અને પહ ઘોવજાવી શાળામાં પ્રવેશ અપાયો છે. પ્રાઈવેટ સ્કૂલ કરતા સારા પુસ્તક વડાપ્રધાને આપવ્યા છે. 

[[$alsoread]]
  • Follow us on: