સુરત તક્ષશિલા કાંડના પીડિતોની ન્યાયની માગ છે. જેમાં પીડિત વાલીઓ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાશે નહીં. તેમાં 5 વર્ષથી વધુનો સમય છતા 22 જિંદગીને ન્યાય મળ્યો નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી ન્યાયની માગ કરવામાં આવી રહી છે. આ રીતે ન્યાય મળે તો અમે રસ્તા પર બેસી ન્યાય માગતા તેમ વાલીઓએ જણાવ્યું છે.


[[$googlead]]

5 વર્ષથી વધુનો સમય છતા 22 જિંદગીને ન્યાય નહીં

વાલીઓએ જણાવ્યું છે કે ન્યાય કોર્ટમાંથી મળે છે રસ્તા પર ઉતરવાથી નહી. રાહુલ ગાંધીને ન્યાય અપાવવો હતો તો ત્યારે કેમ ન આવ્યા. 3 વખત સુરત કોર્ટમાં આવ્યા હતા ત્યારે અમને મળતા. અમારે કોઈ રાજકીય હાથો બનવું નથી. ન્યાય તંત્ર પર અમને ભરોષો છે. આવી ન્યાય યાત્રામાં જોડાઈ ન્યાય મળતો હોઈ તો અમે પણ રસ્તા પર બેસી ન્યાય માટે માગ કરતા તથા ન્યાય કોર્ટ માંથી મળે છે રસ્તા પર ઉતરવાથી ન્યાય મળતો નથી.

[[$alsoread]]

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી ન્યાયની માંગ

સુરત શહેરમાં થયેલ તક્ષશિલા કાંડને 5 વર્ષથી વધુનો સમય વીતી જવા છતાં હજી પણ 22 જિંદગીને ન્યાય મળ્યો નથી. વાલીઓએ તક્ષશિલા શોપિંગ પર ભેગા થઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેશ ચલાવી ઝડપી ન્યાયની માગ કરી છે. તેમજ રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઇ આવી રહ્યા છે ત્યારે ન્યાય યાત્રામાં વાલીઓ જોડાશે નહીં.


  • Follow us on: