સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડીબનાવટી દવા વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં ગેરકાયદેસર પરમિશન વિના ચાલતી દવાની ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર ખોરાક અને ઓષધ નિયમન તંત્રએ દરોડા પાડ્યા હતા. ખોરાક અને ઓષધ નિયમન તંત્રના દરોડા દરમિયાન શંકાસ્પદ એલોપેથિક દવાનો જથ્થો મળી આવ્યો છે. ઓનલાઇન બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે.


[[$googlead]]

ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતમાં ગેરકાયદેસર ચાલતી દવાની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા કોસ્મેટીકના 11 અને દવાના 3 નમુના લેવામાં આવ્યા છે. તમામ નમુના ચકાવણી માટે લેબોલેટરીમાં મોકવામાં આવ્યા છે. તેમજ ગાંધીનગરની ટીમે સ્થળ પરથી 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથીક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા સુરતના લીંબાયત ઝોનમાં આયુષી એન્ટરપ્રાઈઝમાં પણ રેડ કરવામાં આવી હતી. તેમજ સરથાણામાં આર.જે. એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. માંગરોળના પીપોદરામાં કાહીરા બાયોટેકમાં પણ દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ લેબોલેટરીમાં મોકલવામાં આવેલ તમામ નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

[[$alsoread]]


  • Follow us on: