સુરતમાં પ્રેમ લગ્ન કરનારાનો કરુણ અંજામ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. માત્ર બે વર્ષમાં જ પ્રેમનો અંત આવ્યો. બે વર્ષ થયા લગ્ન કર્યે ને પરિણીતાએ આપઘાત કરી લીધો. પરિણીતાએ માતા પિતા વિરુદ્ધ લગ્ન કર્યા હતા. પરિણીત યુવતીએ આપઘાત કરવાનો વારો આવ્યો. તેનો પતિ એડવોકેટ છે. તેઓએ પ્રેમ લગ્ન કર્યા હતા. માતા પિતાની મરજી વિરુદ્ધ જઇને લગ્ન કર્યા હતા. ઘટનાને પગલે ખટોદરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ ઘટના સુરતના સોસિયો સર્કલ અંબાનગરમાં બની. જ્યાં 24 વર્ષીય રીના નામની પરિણીતાએ આપઘાત કર્યો. આપઘાતને લઇને પરિણીતાના પરિવારે સાસરિયા પક્ષ દ્વારા જાતિ ભેદભાવના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે. પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો આક્ષેપ કર્યો. સાસુ સહિત પરિવારજનો રીના સાથે ભેદભાવ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે પત્નીએ આપઘાત કર્યો તેના 5 કલાક બાદ તેના પતિએ પરિજનોને આપઘાત કર્યાની જાણ કરી હતી. આ મામલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.









