સુરત શહેરના વધુ એક કોર્પોરેટરને નિયમોની ઐસીતૈસી કરી હોવાનું સામે આવ્યું છે. ભાજપના જ કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરીને મનપાની ટીમે તપાસ કરતા ફાયર એનઓસી ન હોવાથી 116 પથારીની ડોરમેટરીને સીલ મારી દીધું હતું. જો કે તંત્રની સઘન તપાસમાં અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટરી હોવાનું સામે આવી હતી. જેથી આ અંગેની મંજૂરી કોને આપી હતી એ પણ મોટો સવાલ છે.


[[$googlead]]

સુરતમાં આવતા જતા પ્રવાસીઓ આ ડોરમેટરીનો ઉપયોગ કરતા હોવાથી દર મહિને કોર્પોરેટરને લાખો રૂપિયાની કમાણી થતી હોય છે. જો કે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના શહેરોમાં ગેમઝોન, ગેસ્ટ હાઉસ જેવા સ્થળોની સઘન ચેકિંગ ઝૂંબેશ ચાલી રહી છે. તંત્ર ઠેર-ઠેર તપાસ કરીને સીલ મારવાની કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરત શહેરમાં કોર્રપોરેટરના ડોરમેટરીમાં બેદરકારી ઘણું કહી જાય છે.

  • Follow us on:

[[$alsoread]]