સુરત મહાનગર પાલિકાએ આ વખતે નવરાત્રિના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. નવરાત્રિ આયોજકોએ પંડાલમાં આવનારા ખૈલેયાઓ માટે વ્યક્તિદીઠ એક સ્કવેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તેવું છે.


[[$googlead]]

ફાયર સેફટીની પરમિશનની ગાઈડલાઈન વધુ સખત

નજીકના દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરૂ થશે ત્યારે દર વર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ, એસી ડોમ, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે, જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી છે. પરંતુ આ વખતે હાયર ડિપાર્ટમેન્ટે ફાયર સેફટીની પરમિશનની ગાઈડલાઈન વધુ સખત બનાવી છે અને તેમાં નવી કેટલીક શરતો પણ એડ કરવામાં આવી છે. ઓછી જગ્યામાં મોટી સંખ્યામાં લોકો નહી પ્રવેશે તે માટેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેની સાથે પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે.

[[$alsoread]]

ફાયર વિભાગની કેટલીક શરતો

આયોજકોએ કોઈ પણ મંડપ કોઈ પણ પ્રકારની ઈલેક્ટ્રિક ભઠ્ઠી, સબ સ્ટેશન, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઈલેક્ટ્રિક સબ સ્ટેશન, ઈલેક્ટ્રિક હાઇટેન્શન લાઈન કે રેલવે લાઈનથી દૂર કરવાના રહેશે, બે સ્ટ્રક્ચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહી. આયોજકો દ્વારા કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ સ્ટોલ બનાવી શકશે નહી. તેમજ સ્ટ્રક્ચરની નજીક સ્ટેજના ભાગમાં આગ લાગી શકાય તેવા પદાર્થનો સંગ્રહ કરી શકાશે નહીં.

  • Follow us on: