સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સુરતમાં ગતરાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ભારે વરસાદના કારણે રાજ્ય ધોરી માર્ગ 65 પર પાણી ભરાયા છે. કીમ-માંડવી રાજ્ય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદના કારણે રોડ પરથી નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. કીમ ચોકડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કીમથી માંડવીને જોડતો મહત્વના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા છે. આ માર્ગ પરથી હજારો વાહનનો પ્રસાર થતા હોય છે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]