રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. સુરતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. સુરત જિલ્લામાં સતત વરસેલા ધોધમાર વરસાદના કારણે નદી-નાળા અને ચેકચેમોમાં નવા નીરની આવક થઈ છે. જેના કાણે જળાશયો છલકાયા છે. તેમજ નદીમાં પાણીની ભારે આવક થતા નદીમાં બે કાંઠે વહેતી થઈ છે અને નદીઓમાં પૂર આવ્યા છે. ત્યારે સુરતમાં ખાડી પૂર યથાવત જોવા મળી રહ્યું છે.


[[$googlead]]

મોડલ ટાઉન એરિયા નજીક પાણી પાણી

સુરતમાં ખાડી પૂરથી લોકો હેરાન પરેશાન થયા છે. ડુંભાલ નજીક ખાડી પૂરના પાણી ભરાયા છે. તેમજ મોડલ ટાઉન એરિયા નજીક પાણી પાણી જોવા મળી રહ્યું છે. સુરતમાં કૈલાશ બંગલો, નેમિનાથ નગરની બહાર પાણી ભરાયા છે. નોકરી-ધંધાએ જતાં લોકો ખાડી પૂરના પાણીમાંથી પ્રસાર થવા મજબૂર થયા છે. હાલ તો વરસાદ બંધ થઈ જતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 

[[$alsoread]]

  • Follow us on: