સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ કરતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેમજ ખાડી પૂરના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે હાલ સુરતમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ ખાડી પૂરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ખાડી પૂરના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું.


[[$googlead]]

SMCએ મોકલાવ્યું પિવાના પાણીનું ટેન્કર 

સુરતમાં વરસાદે વિરામ લીધા બાદ પણ ભટાર રોડ આઝાદનગરમાં હજી પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે. લોકોને પીવાના પાણી માટે ન મળતું હોવાથી SMCએ વ્યવસ્થા કરી છે. SMCએ લોકોને પીવા માટે પાણીનું ટેન્કર મોકલાવ્યું છે. ખાડી પૂરના કારણે અંદાજિત 10 હજાર લોકો પ્રભાવિત થયા છે. ખાડી પૂરના પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ છે.

[[$alsoread]]

  • Follow us on: