હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અનેક જગ્યા પર ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. કડોદરા સુરત હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા. કડોદરાથી સુરત જતા રસ્તા ઉપર પાણી ભરાય ગયા હતા. સાથે જ વરેલી ગામ પાસે વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે વરસાદને કારણે હાઈવે ઉપર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે જ આ વરસાદી પાણી ભરાય જતા હાઈવે ઉપર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.


[[$googlead]]

વરસાદને લઈને જન જીવનને અસર

સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈને જન જીવનને મોટી અસર થઈ છે. હાલમાં સુરત જિલ્લામાં કુલ 22 રસ્તાઓ બંધ થયા છે. લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થયા છે, તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કામરેજ તાલુકામાં 1, પલસાણા તાલુકામાં 6, બારડોલી તાલુકામાં 10 અને માંડવી તાલુકામાં 5 રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

[[$alsoread]]

  • Follow us on: