રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારથી સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ગોંડલિયા ગામે વીરા નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં બ્રિજ ઉપર ફરી વળ્યા છે. તેમજ ભારે વરસાદ વરસતા તંત્ર પણ દોડતું થયું છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં ઉમરપાડા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 4 દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.









