ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે દક્ષિણ ગુજરાત તરફ વધારે વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેમાં સુરતમાં ઓલપાડ, માંગરોળ અને માંડવી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને નવસારી, તાપી, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ નર્મદા, ડાંગ અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દાદરા નગર હવેલી, ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે.









