સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગઈકાલે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો જેથી ઓલપાડ તાલુકામાં વીજળી ગુલ થઈ હતી. જેથી વહીવટી તંત્રએ ડીજીવીસીએલના કર્મચારીઓને જાણ કરતા કર્મચારીઓએ આખી રાત જીવના જોખમે કામ કર્યું હતું અને વીજ પુરવઠો ફરી ચાલુ કરાયો હતો. ચાલુ વરસાદમાં રાત્રીના સમયે ડીજીવીસીએલના કર્મચારીઓ જીવની પરવા કર્યા વગર કામ કરતા હોય છે. આવા ડીજીસીવીએલના કર્મનિષ્ઠ કર્મચારીઓ પ્રશંસાને પાત્ર છે.


[[$googlead]]

લોકો ફરિયાદોનો મારો બોલાવતા હોય છે. પરંતુ કર્મચારીઓ અડધી રાત્રી હોય કે બળબળતો તાપ હોય પરંતુ તેઓ પોતાની ફરજ બજાવી વીજ પુરવઠો ફરીથી પુર્વવત કરવા મહેનત કરતા હોય છે.


[[$alsoread]]
  • Follow us on: