સુરત ST વિભાગને મહાકુંભ ફળ્યો. સુરત ST નિગમ દ્વારા મહાકુંભ માટે સ્પેશિયલ બસ દોડાવવામાં આવી હતી. જેના થકી એસટી વિભાગને કરોડોની આવક થઈ. સુરત ST નિગમે મહાકુંભ માટે બસની 44 ટ્રિપ દોડાવી હતી જેમાં 1800 જેટલા મુસાફરોએ મુસાફરી કરી રેકોર્ડ કર્યો. સુરતમાં સ્પેશિયલ બસ દોડાવવાની યોજનાને સારો પ્રતિસાદ મળતાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ ખાતેના મહાકુંભ માટે શ્રદ્ધાળુઓની વિશેષ સુવિધા આપતા સ્પેશિયલ બસ દોડાવવામાં આવી હતી.  સરકારી બસમાં સલામતીને ધ્યાને લઈ મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો.


[[$googlead]]

44 ટ્રિપ, 1800 મુસાફરો અને 1.50 કરોડની આવક

યુપીમાં યોજાયેલ મહાકુંભને લઈને સુરતમાં 4 થી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ માટેની સ્પેશિયલ બસ દોડાવી હતી. વિભાગ દ્વારા મહાકુંભ દરમિયાન 44 ટ્રિપ દોડાવાઈ હતી. જેમાં 1800 જેટલા મુસાફરોએ લાભ લીધો. સુરત ST નિગમને મહાકુંભમાં મોકલવામા આવેલ સ્પેશિયલ બસ સેવામાં 1.50 કરોડ રૂપિયાની આવક થઈ. મહાકુંભ માટે બસ સેવા શરૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ ઓનલાઈન બુકિંગ ફુલ થઈ ગયું હતું. ST વિભાગની બસમાં મહાકુંભ જવા અનેક શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી આસ્થાની ડુબકી લગાવી.

[[$alsoread]]

વિશેષ બસ સેવા

તંત્ર દ્વારા મહાકુંભમાં જનાર શ્રદ્ધાળુઓ માટે આ વિશેષ બસ સેવામાં રાહતદરે પેકેજ આપવામાં આવ્યું હતું. સુરતથી રૂ. 8300, અમદાવાદથી રૂ. 7800, વડોદરાથી રૂ. 8200 અને રાજકોટથી રૂ. 8800ના પેકેજમાં સ્પેશિયલ વોલ્વો બસ દોડાવવામાં આવી હતી.  મહાકુંભમાં જ્યાં ટ્રેનોમાં ફુલ બુકિંગ હોવાથી લાંબા સમય સુધી વેઈટિંગના લીસ્ટમાં રહ્યા બાદ છેલ્લે નામ કેન્સલ થઈ જતા. જ્યારે પ્લેનના ભાડામા અધધ..ભાવ વધારો હોવાથી કેટલાક શ્રદ્ધાળુઓએ આખરે માર્ગ પરીવહનનો રસ્તો પસંદ કર્યો. અને સરકાર દ્વારા સ્પેશિયલ અપાતા સ્પેશિયલ વોલ્વો બસ સુવિધાની લાભ લઈ પ્રયાગરાજના મહાકુંભમાં પવિત્ર સ્નાનનો લાભ લીધો. શ્રદ્ધાળુઓની આસ્થાનો લાભ ST વિભાગને પણ ખૂબ ફળ્યો અને કરોડો રૂપિયાની કમાણી કરાવી.


  • Follow us on: