રાજકોટના ચકચારી TRP ગેમઝોનમાં આગ લાગી અને ફાયર સેફટીના અભાવે આગ એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા હતા. આ ઘટનાના એવા તે પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરીને ગેરકાયદેસર અને ફાયર સેફટી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે સુરતના ટેક્સટાઈલ માર્કેટ પર તવાઈ આવી શકે છે
સુરત પોલીસ, ફાયર, ફોસ્ટા દ્વારા બેઠકનો દોર શરૂ થયો છએ અને આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતાનાં કેટલાક માર્કેટમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગેરકાયદે દબાણોને લઈને પણ પગલાં લેવાઈ શકે છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટ પર સુવિધાના અભાવને ધ્યાને લઈને અનેક મુશ્કલીઓ સર્જાવાની સંભાવના છે.









