અરવલ્લીના ભિલોડામાં ઘી બનાવતી કંપનીમાં દરોડા પડ્યા છે. અસાલ GIDCમાં બાપા શ્રી કંપનીમાં એસ.ઓ.જી, એફ.એસ.એલની ટીમે તેમજ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ટીમે દરોડા પાડીને સંયુક્ત તપાસ હાથ ધરી છે. આ સંયુક્ત તપાસ દરમિયાન બાપા શ્રી કંપનીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાલમાં એસ.ઓ.જી.પોલીસ અને એફ.એસ.એલની ટીમે તેમજ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં 3 પેઢીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડ પાડ્યા હતા અને પાટણમાં 3 પેઢીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. 405 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ ઘીના જથ્થાની કિંમત આશરે 2.36 લાખ હોવાનું જણાવાયું હતું. શંકાસ્પદ ઘીના જથ્થાને ઝડપીને ઘીના નમુનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પાટણની મોદી દીપેશ સરદભાઈ ઘી વાલા, સંદીપ કુમાર રસિકલાલ ઘીવાલા, બાબુલાલ ચીમનલાલ ઘીવાલા નામની પેઢીઓમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું હતું.









