ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે હાલ સૌથી મોટો પડકાર બની ગયો છે. આ પડકારને પહોંચી વળવા માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડના તીતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને બચાવવા બીડું ઝડપ્યું છે. છેલ્લા બે વર્ષથી આ પરિવાર અને ગ્રામજનો જંગલોમાંથી 35 લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેના સિડ્સ બોલ બનાવ્યા છે. આ સિડ્સ બોલને રોપવામાં આવશે. છેલ્લા બે વર્ષથી તાપી જિલ્લાના અલગ-અલગ જંગલોમાં જઈને 35 લાખ કરતા વધુ બીજ એકત્ર કર્યા છે. એવું પણ નથી કે કોઈપણ વૃક્ષ ગમે ત્યાં વાવી દેવું, આમા એવા બીજ ભેગા કર્યા કે જે વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે અને લોકોને ઉપયોગી છે. જે લોકો પણ આ સીડ્સ પોતાના ગામમાં કે જંગલોમાં ઉગાડવા માંગતા હોય અમે તેમને આ બીજ આપવામાં આવશે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








