29 જૂન 2024ની તારીખ ભારતીય ટીમ માટે ઈતિહાસના પાનામાં નોંધાયેલી છે. પરંતુ 4 જુલાઈનો દિવસ પણ વર્ષો સુધી યાદ રહેશે. જ્યારે ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે દિલ્હી ઉતરી ત્યારે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી તો અહીં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. 5 વાગ્યાની સાથે જ લાખો ફેન્સ મુંબઈના મરીન ડ્રાઈવ પર પહોંચ્યા અને વાનખેડે સ્ટેડિયમ પણ ખીચોખીચ ભરેલું જોવા મળ્યું. ભારતીય ટીમનું પણ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


[[$googlead]]

ટીમ ઈન્ડિયાના મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ ટીમ ઈન્ડિયાના પ્લેનને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી હતી. આ પછી જ્યારે ભારતીય ટીમ પ્લેનમાંથી ઉતરી ત્યારે દિલ્હીની જેમ મુંબઈમાં પણ ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ આ ક્ષણને એન્જોય કરતા જોવા મળ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર ટી20 વર્લ્ડકપની ટ્રોફી હાર્દિક પંડ્યા જોડે જોવા મળી.

[[$alsoread]]
  • Follow us on: