T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા છેલ્લા 4 દિવસથી ખરાબ હવામાનને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. બાર્બાડોસમાં ભારે વરસાદ અને તોફાનને કારણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને બાર્બાડોસમાં જ રહેવું પડ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ટ્રોફી સાથે ખાસ વિમાન મારફતે ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું ફેન્સ દ્વારા ઈન્ડિયા ઈન્ડિયાના નારાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઈન્ડિયા PM મોદી સાથે મુલાકાત કર્યા બાદ મુંબઈ રવાના થઈ છે. મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ યોજાશે. મુંબઈમાં ખુલ્લી બસમાં ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા રોડ-શો કરશે. ટીમ ઈન્ડિયા મરીન ડ્રાઈવથી વાનખેડે સુધી વિક્ટરી પરેડ કરશે. ત્યાર બાદ વાનખેડે સ્ટેડિયમાં ટીમ ઈન્ડિયાનું સન્મામ કરવામાં આવશે.









