ગીર સોમનાથમાં તંત્રનું ફરી મેગા ડીમોલેશન હાથ ધર્યુ છે જેમાં સર્વે નંબર 831 પર પેશકદમી દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે,અંદાજે 70 જેટલા રહેણાંક મકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે,દબાણકારો રોડ પર ઉતરી આવતા મામલો ગરમાયો છે તો તંત્ર દ્વારા દબાણકારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથના વેરાવળમાં ડીમોલેશન કામગીરી
ગીર સોમનાથના વેરાવળમાં ડીમોલેશનની કામગીરી કરવામાં આવી છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી છે,સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તો બીજી તરફ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના નેતાઓની અટકાયત પણ પોલીસે કરી હતી,પોલીસે વિરોધ કરી રહેલા લોકોને રસ્તા પરથી હટાવ્યા હતો,તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યો છે,કલેકટર ખોટી રીતે મિલકતો તોડી રહ્યા છે તેવું ધારાસભ્યનું કહેવું છે,70 થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે,તો બીજી તરફ કોર્ટે ગઈકાલે કલેકટર, સહિત તંત્રને નોટિસ આપી હતી.









