ખેડાના ઠાસરાના જેસાપુરાના ખેડૂતે બાજરી વાવતા રુછા નીકળ્યા હોવાની વાત સામે આવી છે, ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ખેડૂતે દોઢ વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કર્યું હતું અને પાક નિષ્ફળ ગયો હોવાની વાત સામે આવી છે, બાજરીનુ બિયારણ નકલી હોવાનો ખેડૂતનો આક્ષેપ છે.
ખેડૂતે કંપનીના નંબર પર ફોન કરતા ફોન ન લાગ્યો
ખેડૂતે આ બાબતે જે દુકાનદાર પાસેથી બિયારણ લીધુ હતુ તેનો પણ સંપર્ક કર્યો પણ ત્યાંથી પણ કોઈ સરખો જવાબ આપવામાં આવ્યો નહી હોવાની વાત સામે આવી છે, સરકાર બિયારણની તપાસ કરાવી કંપની વિરુદ્ધ એક્શન લે તે જરૂરી બન્યું છે. નાના બાળકની જેમ બાજરીના છોડને ઉછેરી મોટા કરર્યા પણ બાજરીના ડુંડાની જગ્યાએ રૂછા ઉગ્યા છે, બાજરી નું બિયારણ રાશી અથવા ડુપ્લીકેટ હોવાનો ખેડૂતે કર્યો આક્ષેપ કર્યો.
ખેડૂતને પડયા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ
ખેડૂતે કંપનીના ટોલ ફ્રી નંબર પર વારંવાર ફોન લગાવ્યા પણ ફોન ન લાગ્યો અને જ્યાંથી બિયારણ લીધું તે દુકાનદારને પણ રજુઆત કરી પણ પરિણામ શૂન્ય આવ્યું છે, દોઢ વિઘામા અંદાજે 100 મણ બાછરી કે જેની કિંમત 60હજાર જેટલી થાય તે તમામ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, સરકાર આ કંપનીના બિયારણની તાત્કાલિક તપાસ કરાવે અને કંપની વિરુદ્ધ એક્શન લે તેવી માંગ કરાઈ છે.









