રાજકોટમાં ચોમાસા પહેલા જ રોગચાળો વકર્યો છે. શહેરમાં ટાઈફોઈડ અને કમળાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં શરદી , ઉધરસ, તાવ, ઝાડા, ઉલ્ટીના 1,844 દર્દીઓ નોંધાયા છે. કોરોના સાથે અન્ય રોગોના દર્દીઓ વધતા મનપાનું તંત્ર પણ દોડતું થયું છે. શહેરમાં રોગચાળો વધતા જ મનપા દ્વારા ત્વરિત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. 292 ઘરમાં મનપા દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે અને મચ્છરોના નાશ માટે ચકાસણી સાથે 200થી વધુ લોકોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી.
અમદાવાદમાં ગરમી અને બફારા વચ્ચે રોગચાળો વકર્યો
બીજી તરફ અમદાવાદમાં પણ ગરમી અને બફારા વચ્ચે રોગચાળો વકર્યો હતો. 23 મેના રોજ ઋતુગત બિમારીના 152 કેસ નોંધાયા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીનો આંકડો 2100ને પાર પહોંચી ગયો હતો. ત્યારે વાયરલ ઈન્ફેક્શનના 120 કેસ નોંધાયા હતા. ઝાડા ઉલ્ટીના 36 દર્દીને દાખલ કરવાની ફરજ પડી હતા. ડેન્ગ્યુના 12 દર્દીને દાખલ કરવાની ફરજ પડી હતી. કમળાના 30 કેસ, હિટસ્ટ્રોકના રોજના 10 કેસ નોંધાયા હતા. તમને જણાવી દઈએ કે બદલાતા વાતાવરણને લીધે ઋતુગત બિમારી વધી રહી છે.









