26 ફેબ્રુઆરી એટલે કે આજે મહાશિવરાત્રિ અને મહાકુંભનો અંતિમ દિવસ છે. ત્યારે શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ તરફ જાણે દોટ મૂકી હોય તેવું લાગી રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 1 કરોડ અને બપોરે 2 વાગ્યા સુધીમાં 1.18 કરોડો લોકોએ સંગમ તટમાં પવિત્ર સ્નાન કર્યુ છે. એટલે કે 2.18 કરોડો લોકોએ સ્નાન કર્યુ છે.


[[$googlead]]

મહાકુંભ 2025નું છેલ્લું મોટું સ્નાન

મહત્વનું છે કે આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છે, આ દિવસે મહાકુંભનું છેલ્લું મોટું સ્નાન છે, અને આજે મહા શિવરાત્રી પણ છે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ જ કારણસર આજે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ મેળામાં દેશના ખૂણે ખૂણેથી લોકો પહોંચી રહ્યા છે. 25મી તારીખ સુધીમાં, 64.6 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને આ આંકડો હજુ પણ વધી રહ્યો છે. મહત્વનું છે કે મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો.

[[$alsoread]]

64.6 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું

મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજે કહ્યું કે "ભારતની લગભગ અડધી વસ્તી કુંભમાં પહોંચી હતી. વિવિધ જાતિઓ, ધાર્મિક માન્યતાઓ અને મંતવ્યોના લોકો અહીં એકઠા થયા હતા. દુનિયાએ આપણી એકતા જોઈ, દુનિયાએ આપણી સભ્યતા અને સંસ્કૃતિની ઝલક જોઈ. ભારતની અડધી વસ્તીએ અહીં કુંભમાં વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી. કુંભ આજે પૂર્ણ થયો છે. હું પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું અને આ માટે તેમને અભિનંદન આપું છું. બહુ જ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી.

  • Follow us on: