સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે, સહકારી જીન વિસ્તારમાં વાહનોને નુકસાન પહોંચાડ્યું છે જેમાં આસ્થા સોસાયટીમાં આખલાએ મચાવ્યો આતંક, રખડતા પશુને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે, નગરપાલિકા ડોર પકડવામાં જાણે નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે, જો રખડતા ઢોરના કારણે કોઈનો જીવ જશે તો કોણ જવાબદાર રહેશે ! નગરપાલિકા જરા શરમ કરો તમારા રાજમાં તમે ઢોરને પકડી શકતા નથી.


[[$googlead]]

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રખડતા પશુનો ત્રાસ

સહકારી જીન આસ્થા સોસાયટીમાં આખલાએ આતંક મચાવ્યો હતો અને સોસાયટીમાં રહેલા વાહનોને નુકસાન કર્યુ હોવાની વાત સામે આવી છે, ટુ વ્હીલર અને ફોર વ્હીલ ગાડીને નુકસાન થતાં ડોક્ટર એમ એમ પ્રજાપતિ દ્વારા નગરપાલિકાને ટેલિફોન કરી જાણ કરી છે, પાંજરે પુરવા સ્થાનિકોએ ટેલિફોનિક ફરિયાદ કરતા નગરપાલિકા એકશનમાં આવી છે અને નગરપાલિકા દ્વારા આખલાને ભારે જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: