સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે,ઉનાળો શરૂ થતાં જ મનપાની ટીમ સક્રિય બની છે,તો આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાં તંત્રએ સપાટો બોલાવી દીધો છે,13 જેટલા સ્ટોલ પરથી સેમ્પલ લેવાયા છે જેમાં 19 સેમ્પલ લઇ તપાસ માટે મોકલાયા છે,આઇસ ગોલા, ક્રીમ, સીરપના નમૂના લેવાયા છે,અને રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓ સામે કાર્યવાહી કરાશે.


[[$googlead]]

ફૂડના નમૂના લેબોરેટરીમાં મોકલાયા

સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળામાં ફૂટી નીકળેલા ગોલાની દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આરોગ્યની દ્રષ્ટીએ હાનિકારક છે કે કેમ તે અંગેની તપાસ કરવા માટે નમૂના લેવામાં આવ્યાં છે. શહેરના વિવિધ ઝોનના વિસ્તારમાં આઈસ ડીશ અને બરફના ગોળા વેચતા 13 એકમમાં સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા આઈસ ડીશ, આઇસ ગોલા અને ક્રીમના 13 નમૂના લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 

[[$alsoread]]

  • Follow us on: