યાત્રાધામ અંબાજીના વિકાસનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે,જેમાં નવા વિકાસના કામો માટે નકશો જાહેર કરવા માંગ કરવામાં આવી છે,ગૃહમાં પ્રશ્ન ઉઠયો કે,દૂર કરવામાં આવેલા મકાન 60 વર્ષથી ત્યાં હતા અને સહાય આપશે કે કેમ તેને લઈ ગૃહમાં ઉઠ્યો પ્રશ્ન તો ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહમાં સરકારે જવાબ રજૂ કર્યો અને કહ્યું કે,ગબ્બર સુધી કનેક્ટિવિટી માટે મકાનો દૂર કર્યા છે.અને અંબાજીમાં 5થી 6 ગામનો સમાવેશ કરાયો છે,સરકાર 1200 કરોડથી વધુનો ખર્ચ કરવા જઈ રહી છે,સરકારી જમીન પર બિનકાયદે દબાણ હતા તેમાં કોર્ટે સ્ટે આપ્યો ન હતો.


[[$googlead]]

પવિત્ર યાત્રાધામના ડેવલપમેન્ટ માટે સરકારે અંદાજીત 1200 કરોડનો પ્રોજેકટ મંજુર કર્યો

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા મંજુર કરી પ્રોજેકટ મંજૂર કર્યો છે. જે બાદ અંબાજીના વિકાસ માટે તંત્રએ કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા રાત્રે જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા મશીનો સાથે 16 જેટલી ટીમો કામે લગાવી હતી અને સતત 12 કલાક કામ કરીને આખરે કામગીરી પૂર્ણ કરી હતી.પવિત્ર યાત્રાધામના ડેવલપમેન્ટ માટે સરકારે અંદાજીત 1200 કરોડનો પ્રોજેકટ મંજુર કર્યો છે. તે અંતર્ગત કોરિડોરના ડેવલપમેન્ટ માટે વચ્ચે આવતા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જે લોકોના દબાણો દૂર કરાયા છે. તેમના માટે હાલમાં તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. તેમજ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાશે.

[[$alsoread]]

  • Follow us on: