રોજગારી આપવામાં રાજ્ય સરકારના શ્રમ રોજગાર વિભાગની નિરસતા જોવા મળી રહી છે. રાજ્યમાં તમામ વિભાગમાં ભરતી પ્રક્રિયાને લઈ શ્રમ રોજગાર વિભાગની બેદરકારી સામે આવી છે. વિવિધ 31 જગ્યાઓ માટે માંગણા પત્રકો ન મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.


[[$googlead]]

રોજગાર વિભાગની બેદરકારીના કારણે વર્ષ 2024માં વિભાગમાં ભરતી થઈ નથી

GPSC દ્વારા શ્રમ રોજગાર વિભાગને પત્રો લખવા છતાં વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને શ્રમ રોજગાર વિભાગની બેદરકારીના કારણે વર્ષ 2024માં વિભાગમાં ભરતી થઈ નથી. વહીવટી અધિકારી વર્ગ-2ની 11 જગ્યા પર ન ભરતી થઈ શકી નથી તો મદદનીશ નિયામક વર્ગ-2ની 9 જગ્યા પર પણ શ્રમ રોજગાર વિભાગની નિરસતાના કારણે ભરતી થઈ શકી નથી.

[[$alsoread]]

રાજ્યમાં IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું

બીજી તરફ રાજ્યમાં IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. IPS અધિકારી નીરજા ગોટરુને DG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તો IPS અધિકારી નિપુણા તોરવણેને ADGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના 10 SPને DIG તરીકે પ્રમોશન ગૃહ વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. ત્યારે IPS બાદ IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 12 IAS અધિકારીઓને ગ્રેડ અપાયો છે. અધિકારીઓને જૂનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે. 2016 બેચના અધિકારીઓને ગ્રેડ અપાયો છે.  

  • Follow us on: