રાજકોટના જસદણના દેવપરા ગામે થયેલી હત્યાના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ LCBએ વિંછિયા બાયપાસ નજીકથી આરોપીની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના ચીવાડા તાલુકાના ધોવલા ગામનો આરોપી અમિત ઝાઝડીયાએ વર્ષ 2021માં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને લૂંટી લેવાનો પ્લાન ઘડ઼્યો હતો. તેમજ વૃદ્ધની હત્યા કરીને ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો.
આ હત્યા કેસમાં સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી
આ હત્યા કેસમાં સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી. જ્યારે હત્યા કરનારો મુખ્ય આરોપી જ ફરાર હતો.જે તે સમયે 2021માં લૂંટ વીથ મર્ડરના આ કેસમાં પોલીસે સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ આરોપી અમિત ઝાઝડીયાને જસદણ વીંછીયા બાયપાસ પાસેથી જસદણ પોલીસે ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.









