જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર હવે ચૂંટણી થશે. વિસાવદર બેઠક પર બે પૂર્વ ધારાસભ્ય વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ મામલો હાઈકોર્ટમાં પંહોચતા હાલમાં યોજાયેલ પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ નહોતી. પરંતુ હવે હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં કરેલ પિટિશન પરત ખેંચતા હવે વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું કે હવે તેજ ગતિએ સિંચાઈ અને રસ્તાના કામો થશે. હર્ષદ રીબડીયાએ પિટીશન પરત ખેંચતા કહ્યું કે પાર્ટી મને પસંદ કરે કે બીજાને સાથે મળી ચૂંટણી લડીશું.


[[$googlead]]

બેઠક પર દિગ્ગજો વચ્ચે સંઘર્ષ

વિસાવદર બેઠક પર બે દિગ્ગજો ઘણા સમયતી આમને-સામને હતા. ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર જોવા મળ્યો હતો. મૂળ મામલો વિગતો છુપાવવાનો હતો. જેમાં હર્ષદ રીબડીયાનો આક્ષેપ હતો કે ચૂંટણી ફોર્મમાં ભૂપત ભાયાણીએ સાચી વિગતો જણાવી નથી. અને એટલે જ હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરી 2023માં પિટિશન દાખલ કરી ભૂપત ભાયાણીની ચૂંટણીમાં જીત થવા પર સવાલ ઉઠાવ્યા હતા. વિસાવદર બેઠકનો મામલો હાઈકોર્ટમાં હોવાથી આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી. પરંતુ હવે હર્ષદ રીબડીયાએ પિટીશન પરત લેતા વિસાવદર બેઠક વિધાનસભા ચૂંટણી યોજાશે.

[[$alsoread]]

વિધાનસભા ચૂંટણી યોજાશે

મહત્વનું જૂનાગઢની વિસાવદર બેઠક રાજકીય સ્તરે વધુ મહ્તવની છે. કારણ કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની આ પરંપરાગત બેઠક ગણાય છે. અને તેમના બાદ જો કોઈએ સૌથી વધુ આ બેઠક પર જીત મેળવી હોય તો તે હર્ષદ રીબડીયા છે. કોંગ્રેસની ટિકિટ પરથી હર્ષદ રિબડીયા બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ ગત ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા અને તેમને આપ પાર્ટીના ઉમેદવાર ભૂપતા ભાયાણીએ 7 હજાર મતોના માર્જિનથી હાર આપી હતી. જો કે આપમાં વિજયી બનેલ ભૂપત ભાયાણી મૂળ ભાજપના માનવામાં આવે છે. કારણ કે ભૂપત ભાયાણી બે વર્ષ પહેલા ભાજપ છોડી આપ પાર્ટીમાં જોડાયા હતા.આગામી સમયમાં વિસાવદર બેઠક પર વિધાનસભા ચૂંટણીને લઈને વધુ રસાકસીનો જંગ જોવા મળશે.


  • Follow us on: