ભાવનગરમાં ભર ઉનાળે આજથી 3 દિવસ વીજકાપ રહેશે જેમાં વીજકાપને લઈ મુખ્ય વિસ્તારોમાં રહેશે પાણી કાપ તો ભાવનગરના અડધાથી વધુ વિસ્તારોમાં પાણીકાપ રહેવાથી સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે,ફિલ્ટર પ્લાન્ટમાં વીજકાપથી પાણીકાપ રહેશે જેને લઈ સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ વ્યકત કર્યો છે.ઉનાળામાં જ વીજકાપ-પાણીકાપથી લોકોને હાલાકી પડી રહી છે.


[[$googlead]]

આ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ રહેશે

તારીખ 8 એપ્રિલના રોજ તખ્તેશ્વર ફિલ્ટર આધારિત સિટી સપ્લાયમાં કણબીવાડ સમગ્ર વિસ્તાર, કરચલીયા પરા, એમ જી રોડ, બાર્ટન લાઇબ્રેરી, મામા કોઠા રોડ વગેરે વિસ્તાર, કાજીવાડ ચોક, નવાપરા, રસાલા કેમ્પ, માધવ દર્શન પાછળનો વિસ્તાર, જેલ રોડ, આદર્શ સોસાયટી, ESR 1 અને 2 નો સપ્લાય, વાલ્મિકીવાસ વિદ્યાનગર, કાળુભા રોડ, બારસો મહાદેવની વાડી, ગુલિસ્તા, વાઘાવાડી રોડ, ડોસલીનું નેરુ, ડીએસપી ઓફિસ આજુબાજુ વિસ્તાર, ઘોઘા સર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ટીવી કેન્દ્ર, કુકડા કેન્દ્ર, છાપરું હોલ વગેરે વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ રહેવાનો છે.

[[$alsoread]]

  • Follow us on: