રાજકોટમાં ગત શનિવારે સર્જાયેલ ગોઝારા ગેમઝોન અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આગામી 4 જૂનના રોજ લોકસભા ચૂંટણી 2024માં રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાદ પુરુષોત્તમ રૂપાલાની જીત થશે ઉજવણી કરવામાં નહીં આવે. રાજકોટ અગ્નિકાંડને લઈ સ્વજનોના દુઃખમાં ભાગલેવા માટે શહેર ભાજપ દ્વારા કોઈપણ પ્રકારની ઉજવણી નહીં કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મતદાન ગણતરીના સ્થળ પર જવાબદારી સોંપવામાં આવેલ કાર્યકર્તાઓ જ હાજર રહેશે. તેમજ લોકસભા ચૂંટણીના પરિણામ પછી અત્યંગ સાદગીપૂર્વકનો માહોલ રહે તેવી પુરુષોત્તમ રૂપાલાની લાગણી છે.
રાજકોટ અગ્નિકાંડને લઈ ભાજપ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જોકે રાજકોટ અગ્નિકાંડ મામલે ભાજપના નેતાઓને સવાલો કરવામાં આવતા કાંઈ પણ બોલી શક્યા ન હતા. રાજકોટ અગ્નિકાંડ મામલે રાજકોટના મેયર પાસે પણ કોઈ જવાબ ન હતો.









