સુરતમાં 'વન નેશન વન ચલન' દ્વારા ટ્રાફિક વિભાગે વાહન ચાલકો સામે કાર્યવાહી શરુ કરી દીધી છે. તમામ સ્પીડ ગનને અપગ્રેડ કરવામાં આવી છે. સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોના ઈ-ચલણ તાત્કાલિક મોબાઈલ પર જનરેટ થશે. સ્પીડમાં વાહન ચલાવનાર વિરુદ્ધ દંડની કાર્યવાહી કરાશે. જો કોઈ વ્યક્તિ સ્પીડમાં વાહન ચલાવતા હોય તો દંડની કાર્યવાહી કરી અટકાવી શકાશે. સ્પીડમાં વાહનોથી થતાં અકસ્માત અટકાવી શકાય અને ઘટાડો થાય એ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સુરત શહેરમાં 31 સ્પીડ ગન ઉપલબ્ધ છે. વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વાહનો ધીમે ચલાવો.


[[$googlead]]

તમામ સ્પીડગનને અપગ્રેડ કરવામાં આવ્યા: ACP

ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે ટ્રાફિક વિભાગની વાહન ચાલકોને અપીલ છે કે, સ્પીડ પર કાબૂ રાખો અને જીવન બચાવો. ACPએ જણાવ્યુ હતુ કે, તમામ સ્પીડગનને અપગ્રેડ કરવામાં આવ્યા છે. વાહન ધીમે ચલાવાથી અકસ્માતમાં ઘટાડો કરાઇ શકાય છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, સ્પીડમાં વાહન ચલાવતા હોઈ તો દંડની કાર્યવાહી કરી અટકાવી શકાય છે. અને વાહનોની વધુ ગતિના કારણે થતા અકસ્માત પણ ઘટાડી શકાય છે. સુરત શહેરમાં 31 સ્પીડ ગણ ઉપલબ્ધ છે જે તમામને અપગ્રેડ કરવામાં આવ્યા છે.

[[$alsoread]]

 

  • Follow us on: