રાજ્યમાં યાત્રાધામમાં ચોર ગેંગ સક્રિય થયા બાદ ગીર-સોમનાથની એલસીબીને સફળતા મળી હતી. તીર્થધામના દર્શને આવતા યાત્રિકોની કારના કાચ તોડીને અંદરથી કિંમતી સામાન ચોરતી ગેંગને એલસીબીએ ઝડપી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. સોમનાથ દર્શને આવેલા સુરતના પ્રવાસીઓની કારના કાચ તોડી ચોરી થયા આ પ્રવાસીઓ ભોગ બન્યા હતા. સુરતના પ્રવાસીઓની કારના કાચ તોડીને પ્રવાસીઓના 3.24 લાખ ચોરી ગયા હતા. 


[[$googlead]]

ગીર-સોમનાથ જિલ્લાની એલસીબીએ યાત્રાધામમાં ચોરી કરતી ટોળકીને ઝડપીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સોમનાથ, નાગેશ્વર ધામે દર્શને આવતા પ્રવાસીઓના વાહનના કાચ તોડીને તેમાંથી સામાન અને પૈસા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી. અગાઉ સુરતના દર્શનાર્થીઓ સોમનાથ આવ્યા ત્યારે તેઓની કારના કાચ તોડીને 3 લાખથી વધુની ચોરી કરવામાં આવી હતી. જેથી આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ કરતા એલસીબીની ટીમે યાત્રાધામમાં ચોર ગેંગને ઝડપી લઈને ચોરીનો પર્દાફાશ કર્યો હતો. 


[[$alsoread]]



  • Follow us on: