રાજ્યમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. ત્યારે આણંદના ખંભાતમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાતના મેતપુર રોડ, મોચીવાડ રોડ, સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારના મીતલી, વડગામ, પાંદડ, રોહિણી, ગુડેલ, દહેડા સહિતના ગામોમાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી અત્યાર સુધીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.


[[$googlead]]

આણંદના પેટલાદમાં ધોધમાર વરસાદ

બીજી તરફ આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પેટલાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ નજીક દુકાનો પાસે પાણી ભરાયા છે. દુકાને આગળ પાણી ભરાતા દુકાનદારો પરેશાન થઈ ગયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

[[$alsoread]]

મહુવામાં ગઈકાલે 5 કલાકમાં 170 મીમી વરસાદ વરસ્યો

હાલમાં ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . ત્યારે ટુ વ્હીલર ચાલકો પોતાના જીવના જોખમે ડાયવર્ઝન ઉપર પાણી ભરેલા રોડ પર પસાર થઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા રોડ ક્યારે ચાલુ થાય તે કહેવું નક્કી નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ મહુવામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. મહુવામાં 60થી 80ની સ્પીડે પવન ફૂંકાયો હતો અને મહુવામાં 5 કલાકમાં 170 મીમી વરસાદ વરસ્યો હતો.

  • Follow us on: