પંજાબના ફતેહગઢ સાહિબમાં સરહિંદના માધોપુર પાસે સવારે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. રેલવેની બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઇ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં બે ટ્રેન ડ્રાઇવર ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને ફતેહગઢની સાહિબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરોની ગંભીર સ્થિતિ જોતા તેઓને સિવિલ હોસ્પિટલ ફતેહગઢ સાહિબથી રાજિંદર હોસ્પિટલ પટિયાલા રિફર કરવામાં આવ્યા છે.
ઘટના સ્થળના વીડિયો સામે આવ્યા છે, જેમાં બન્ને ટ્રેનોને ખરાબ રીતે નુકસાન થયા હોવાનું જોવા મળી રહ્યું છે. ટ્રેનની સ્થિતિ જોતા તો અનુમાન લગાવી શકાય કે ટક્કર કેવી જબરદસ્ત હશે. જોકે કોઇ મોટું નુકસાન થયુ નથી. પરંતુ બન્ને ડ્રાઇવર ઈજાગ્રસ્ત થતા સારવાર આપવામાં આવી રહી છે.









