વલસાડમાં વધુ બે ગુલ્લીબાજ શિક્ષકનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.છેલ્લા 4 મહિનાથી બે શિક્ષકો રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે.ભાર્ગવ પંડ્યા અને દ્રષ્ટિ જોશી શાળાએ આવતા નથી જેને લઈ તપાસનો ધમધમાટ ચાલુ છે,વલસાડમાં બે શિક્ષકો બિન અધિકૃત રીતે રજા ઉપર જતા રહ્યાં હોવાની ફરિયાદ લાંબા સમયથી ચાલતી આવે છે.
બંને શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની ફરિયાદ
આ બન્ને શિક્ષકોની વાત કરવામાં આવે તો હાલમાં બન્ને શિક્ષકો વિદેશ ગયા હોવાની વાત છે અને શિક્ષણ અધિકારીને પણ રજા બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી તો જાણ કર્યા વિના રજા પર કઈ રીતે ઉતરી ગયા એ મોટો સવાલ છે સાથે સાથે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે,શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને નોટિસ ફટકારી છે અને અન્ય શિક્ષકોને નોટીસ ફટકારી છે.
શિક્ષકોની બદલી થઈ શકશે
રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરાયો છે. નિયામક કચેરીએ જારી કરેલા કાર્યક્રમ મુજબ, આગામી તા.28થી 30 નવેમ્બર દરમિયાન શિક્ષકો જિલ્લા ફેરબદલી માટે ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ તા.10 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન શાળા પસંદગી અને 13 ડિસેમ્બરના રોજ બદલીના ઓર્ડર ઈશ્ય કરવાનું આયોજન આજે જાહેર કરેલા કાર્યક્રમમાં કરાયું છે.









