આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં વર્ષ 2024-25 માટેનું રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા ચમકી રહી છે. વર્તમાન યુગમાં મોંઘવારીનો દર સ્થિર છે. જેને લઈને વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે આ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ ગરીબો અને મહિલાઓ માટે રાહત યોજનાઓના સંકેત આપ્યા છે.
દેશના દરેક નાગરિકો માટેનું બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેર રજૂ કરીને જણાવ્યું કે, દેશનો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે. સરકાર દરેકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. દેશમાં મોંઘવારી દર સતત ઘટી રહ્યો છે. જનતાએ ફરી મોદી સરકાર પર વિશ્વાસ મુક્યો છે. ભારતમાં મોંઘવારી દર નિયંત્રણમાં છે. ખેડૂત, મહિલા, યુવાઓ પર અમારું ફોક્સ છે. વિકસિત ભારત માટે રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રોજગારી માટે 5 યોજનાઓની જાહેરાત
નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પર પણ ભાર મૂક્યો છે. તેમણે આ ત્રણ ક્ષેત્રોમાં વિકાસ માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેમજ રાષ્ટ્રીય સહકાર પોલિસી લાગુ કરવામાં આવશે. ડિઝિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ ધ્યાન આપવામાં આવશે. ખેડૂતોની જમીનની જાણકારી ડિઢિટાઈઝ કરવામાં આવશે.









