આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં ખેડૂત, મહિલાઓ , યુવા તથા ગરીબ વર્ગ સહિત મધ્યમવર્ગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે આ વખતના બજેટમાં કયા વિભાગમાં નાણાની કેટલી ફાળવણી કરવામાં આવી. આ વખતે બજેટમાં શું સસ્તું અને શું મોંઘું થયું છે.
બજેટમાં સાત પ્રોડક્ટ સસ્તી થઈ
આ વખતે સરકારે સાત વસ્તુઓની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને બે વસ્તુઓ પર ડ્યુટી વધારી છે. આ કારણે સાત પ્રોડક્ટ સસ્તી અને બે પ્રોડક્ટ મોંધી થઈ શકે છે. જેમાં મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતા ફોન અને ચાર્જર સસ્તા થયા છે. સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતા સોનું-ચાંદી અને પ્લેટિનમ સસ્તા થયા. કેન્સરની દવાઓ, ઈલેક્ટ્રોનિક સામાન, દુર્લભ મિનરલ્સ, ફીશ ફેડ સસ્તા થયા છે.
બજેટમાં શું મોધું થયું
પ્લાસ્ટિકની વસ્તુઓ પર આયતા ડ્યુટીમાં વધારો થયો છે. પેટ્રોકેમિકલ એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી છે. પીવીસી, હવાઈ મુસાફરી, સિગારેટ અને ટેલિકોમ ઉપકરણો મોંધા થયા છે.









