- યુપીના બહરાઈચમાં વરુઓને શોધવા વન વિભાગનું ઓપરેશન ભેડિયા
- ડ્રોનની મદદથી જંગલ વિસ્તારનું સતત સર્વેલન્સ
- 2 વરૂને શોધવા વન વિભાગની 25 ટીમનું ઓપરેશન
યુપીના બહરાઇચમાં વરુઓની દહેશત યથાવત જોવા મળી રહી છે. 35થી વધુ ગામોમાં વરુઓનો આતંક ફેલાયેલો છે. જે કે 4 વરુઓને ઝડુી પાડવામાં આવ્યા છે. પરંતુ બીજા બે વરુ ઝડપાય તેના માટે વનવિભાગની ટીમ કામે લાગી છે. ડ્રોનની મદદથી જંગલ વિસ્તારનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ છે.
વરુના હુમલામાં 8 બાળકોનાં મોતથી લોકોમાં ભય
મહત્વનું છે ઓપરેશન ભેડિયા હેઠળ માનવભક્ષી વરુઓને શોધવા માટે વન વિભાગની ટીમ કામે લાગી છે. બાકીના બે આદમખોર વરુને ઝડપવા માટે વન વિભાગની 25 ટીમ કામે લાગી છએ. બંને વરુના લોકેશન મળ્યાહોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માનવભક્ષી વરુના હુમલાથી 8 બાળકોના મોત થયા હતા. 35 થી વધારે ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
વરુઓનો આતંક ક્યારે શરૂ થયો?
વરુના આતંકની શરૂઆત બહરાઈચના ઔરાહી ગામથી થઈ હતી. અહીં વરુઓએ પહેલા 7- બાળક પર હુમલો કર્યો હતો. ફિરોઝ નામના બાળક પર દોઢ મહિના પહેલા વરુના ટોળાએ હુમલો કર્યો હતો. તે તેની માતા સાથે સૂતો હતો, ત્યારે રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં એક વરુ ઘરના વરંડામાં ઘુસી ગયું અને તેનું ગળું પકડીને ભાગી ગયો. આ દરમિયાન તેની માતા તેના બંને પગ પકડીને બાળકને બચાવવાનો પ્રયાસ કરતી રહી.
બાળક વરુના માત્ર ઉલ્લેખથી જ કંપી જાય છે
વરુ બાળકને લગભગ 200 મીટર સુધી ખેતરમાં ખેંચી ગયો. જ્યારે તેની માતાએ બચાવવા માટે બુમો પાડી, ત્યારે ગામના લોકો એકઠા થઈ ગયા અને પછી વરુ બાળકને ગામ નજીકના ખેતરમાં છોડીને ભાગી ગયો. પરિવાર અને ગ્રામજનો લોહીલુહાણ થઈ ગયેલા ફિરોઝને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં 13 દિવસની સારવાર બાદ તેનો જીવ બચી ગયો. તેના ચહેરા, ગરદન, માથા, કાન, પીઠ અને છાતી પર હજુ પણ વરુના બચકાના નિશાન છે અને બાળક વરુના માત્ર ઉલ્લેખથી જ કંપી જાય છે.
રાત્રે ધારાસભ્ય બંદૂક સાથે બહાર આવ્યા હતા
વરુના હુમલાથી ડરી ગયેલા ગ્રામજનોની હિંમત વધારવા માટે, બહરાઇચની મહેસી સીટના બીજેપી ધારાસભ્ય સુરેશ્વર સિંહ તેમના સમર્થકો સાથે લાયસન્સવાળી બંદૂક સાથે વરુઓની શોધમાં નીકળ્યા. તેમના સમર્થકો પાસે આધુનિક હથિયારો પણ છે. તેમનું કહેવું છે કે બંદૂકોનું આ પ્રદર્શન લોકોમાં વિશ્વાસ જગાડવા માટે છે અને કાયદો પોતાના હાથમાં લેવા અને જંગલી પ્રાણીઓને મારવા માટે નહીં.
ધારાસભ્યએ કહ્યું કે તેઓ ચાર લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને જો લોકોને કોઈ જોખમ હોય તો તેઓ પોતે બંદૂક લઈને બહાર આવે છે અને લોકોને ખાતરી આપે છે કે તેઓ સુરક્ષિત છે. લોકોને ઉશ્કેરવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેઓ લોકોને જંગલી પ્રાણીઓને મારવા માટે ઉશ્કેરતા નથી, પરંતુ વન વિભાગ આ વરુઓને પકડે તેની રાહ જોઈ રહ્યા છે.









