દેશભરમાં ચોમાસાનો વરસાદ કેટલીક જગ્યાએ રાહત અને અન્ય જગ્યાએ આફતરૂપ બન્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ઘણી નદીઓ જોખમના સ્તરે પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂરે તબાહી મચાવી છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે શાબજહાંપુરમાં નેશનલ હાઈવે પર પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં પૂરની પરિસ્થિતિને લઈ અનેક જગ્યાએ વાહનનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


[[$googlead]]

ઉત્તર પ્રદેશમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના પગલે સરયૂ, ઘાઘરા અને રાપ્તી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તે જ સમયે બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત અકસ્માતોમાં 5 લોકોના મોત થયા છે. લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 125થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. બુધવારે રાજ્યમાં વરસાદ પડ્યો ન હતો પરંતુ વીજળી પડવાથી 52 લોકોના મોત થયા હતા.

[[$alsoread]]

  • Follow us on: