ઉત્તરાખંડના હલદ્વાનીમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નદીઓનું રૌદ્રરૂપ જોવા મળ્યુ હતુ. નદીના ભારે પ્રવાહમાં એક કાર તણાઈ હતી. કાર સાથે એક પરિવાર પાણીમાં ફસાયો હતો, સ્થાનિક લોકોએ પતિ-પત્ની, બાળકનો જીવ બચાવ્યો
ઉત્તરાખંડના હલદ્વાનીમાં સાંજે મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કાઠગોદામ વિસ્તારમાં 45 મિનિટમાં રેકોર્ડ 102 મીમી વરસાદ નોંધાયો હતો. અતિવૃષ્ટિના કારણે રાકસીયા અને દેવખાડી નાળાઓ ઓવરફ્લો થયા છે. રસિયા ગટર ઓવરફ્લો થવાના કારણે પ્રેમપુર લોશગ્યાણી પાસેના નાળામાં એક યુવતી તેના સ્કૂટર સાથે તણાઈ ગઈ હતી. લોકોએ કોઈક રીતે યુવતીને બચાવી લીધી.
બીજી તરફ પાણીના પ્રવાહને કારણે ઈ-રિક્ષા પલટી ગઈ હતી. તેમાં બેઠેલા ત્રણ લોકો તણાઈ જતા બચી ગયા હતા. બીજી તરફ દેવખાડી નાળામાં પાણી ભરાવાને કારણે એક કાર જીએસટી ઓફિસ પાસે ધોવાઈ ગઈ હતી અને નજીકની રેલિંગ સાથે અથડાઈને થંભી ગઈ હતી. આ પછી તેમાં બેઠેલા ત્રણ લોકોને કોઈ રીતે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.









