આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે અને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવતા જ અલગ અલગ પ્રકારે ઉજવણી પણ કરી છે, જો કે તમને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટાભાગે તમામ સીટ પર કબજો મેળવ્યો છે. કોંગ્રેસને માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી સીટ પર જ જીત મળી છે.


[[$googlead]]

જેસીબી મશીનના પાવડામાં જીવના જોખમે સરઘસ કાઢવામાં આવ્યું

આ દરમિયાન મહેસાણામાં કોંગ્રેસ પાર્ટીના લોકોએ જીવના જોખમે વિજય સરઘસ કાઢ્યું છે. વડનગરમાં કોંગ્રેસે JCBમાં વિજય સરઘસ કાઢ્યું છે. જેસીબી મશીનના પાવડામાં જીવના જોખમે સરઘસ કાઢવામાં આવ્યું છે, ત્યારે સવાલ એ થાય છે કે જો કોઈ ચૂક થાય અને મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? કોંગ્રેસના સમર્થકોએ જેસીબી પર ટીંગાટોળી કરીને વિજય સરઘસ કાઢ્યું છે. જીવના જોખમે સરઘસ કાઢવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: