વડોદરા દિવાળી અગાઉ સયાજીબાગના ઝુમાં વધુ એક મહેમાનનું આગમન થયું છે. યુવાન રીંછનું સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં આગમન થયું છે. થોડા દિવસ અગાઉ વાઘની જોડી મહારાષ્ટ્રથી લાવવામાં આવી હતી. હવે રીંછ સહિત 3 નવા મહેમાન ઝુમાં આકર્ષણ જમાવશે. ઝુમાં બનાવેલા નવીન પિંજરામાં કુદરતી વાતાવરણમાં નવા પ્રાણી રહેશે.


[[$googlead]]

અમદાવાદના કાંકરિયા ઝૂમાં દીપડા-દીપડીની જોડી અને બે વાઘણ હવે જોવા મળશે

તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ AMC સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બે વાઘણ અને ત્રણ દીપડા- દીપડીની જોડી લાવવામાં આવી છે. હવે ઝૂના મુલાકાતીઓ આ જોડીઓને જોઈ શકશે. મહારાષ્ટ્રમાં નાગપુરના ગોરેવાડા પ્રોજેકટના વાઈલ્ડ લાઈફ્ રેસ્ક્યૂ સેન્ટરમાંથી આ 2 વાઘણ અને કુલ 6 દીપડા-દીપડીને એક મહિના પહેલા જ કાંકરિયા ઝૂમાં લાવવામાં આવ્યા હતા અને તેમનો એક મહિનાનો કવોરેન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો છે.

[[$alsoread]]

કાંકરિયા ઝૂમાં 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓ

ત્યારે શુક્રવારે શહેરના મેયર સહિત AMCના પદાધિકારીઓ દ્વારા આ પ્રાણીઓ મુલાકાતીઓને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન રિક્રિએશન કમિટીના ચેરમેન અને કાંકરિયા ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે, કાંકરિયા ઝૂમાં 2 નવી વાઘણ અને 3 જોડી દીપડા-દીપડીને લાવવામાં આવ્યા છે. હાલમાં કુલ 8 વાઘ અને વાઘણ છે. 1 રીંછ, 1 હાથી, 2 હિપ્પોપોટેમસ, 1 સિંહ અને 2 સિંહણ, 1 સફેદ વાઘણ અને 3 વાઘણ, 9 દીપડા જેમાં 4 નર અને 5 માદા, 9 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો સહિત 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા ઝૂમાં રાખવામાં આવ્યા છે.

 

  • Follow us on: