વડોદરામાં કેરીઓનું હોલસેલ વેચાણ કરતાં વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસમાં સારા પરિણામો જોવા મળ્યા હતા. વડોદરામાં કેરીના હોલસેલ વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનાં હોલસેલ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્બાઈડથી પકવવામાં આવતી કેરીઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે, સરકાર દ્વારા ઈથીલીન રાયપ્લનરથી કેરીઓ પકવવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો બીજી બાજુ, કાર્બાઈડથી કેરી પકવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસમાં ટીમોને કેરીના બોક્સમાંથી ઈથીલીન રાયપ્લનરની પડીકીઓ મળી આવી હતી. જે સરકારી ધારાધોરણો મુજબ યોગ્ય હતું. તો બીજી બાજુ છેલ્લા 3 દિવસમાં કાર્બાઈડથી કેરી પકવવાનો એકપણ કેસ સામે આવ્યો નથી.









