વડોદરામાં આંગણવાડીના બિલ્ડીંગના અભાવે બાળકો આંગણવાડીથી વંચિત રહ્યા છે. હાલ બિલ્ડીંગના અભાવે આંગણવાડી મંદિરમાં ચાલી રહી છે. વડોદરાના ગોકુળનગરમાં અન્ય રૂમ ભાડે ન મળતા મંદિરમાં ભણવા માટે બાળકો મજબૂર બન્યા છે. ગોકુળનગરમાં અગાઉ કન્ટેનરમાં આંગણવાડી ચાલતી હતી. જોકે કન્ટેનરમાં કાટ લાગ્યો હોવાથી અને કરંટ આવતો હોવાથી મંદિરમાં આંગણવાડીમાં શરૂ કરવામાં આવી છે.


[[$googlead]]

ગોકુળનગરમાં કન્ટેનરમાં ચાલતી હતી આંગણવાડી

તેમજ ગોકુળનગરમાં મંદિર તરફ જવાનો રસ્તો પણ કાદવ કીચડમાં ગરકાવ છે. અગાઉ આ આંગણવાડીમાં 20 બાળકો આવતા હતા પણ હવે બિલ્ડીંગના અભાવે ફક્ત 9 બાળકો આવે છે. આંગણવાડીના બિલ્ડીંગ બાબતે આંગણવાડી કર્મીઓ દ્વારા ICDCમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી. હાલ બાળકો મંદિરમાં ભણવા માટે મજબૂર બન્યા છે. 

[[$alsoread]]

  • Follow us on: