વડોદરામાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વાની વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. વાડી પોલીસ મથકમાં જગતપાવન સ્વામી સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ અંગે વડોદરાના વાડી પોલીસ મથકમાં યુવતીએ નિવેદન નોંધાવ્યું છે. યુવતીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પર આક્ષેપ કરતા કહ્યું કે, 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી.સ્વામીએ મને રૂમમાં ખેંચી જબકદસ્તી કરી હતી. જગતપાવન સ્વામી પાસે મારા ધણાં બધા ન્યૂડ ફોટો અને વીડિયો છે. સ્વામીએ મારી સાથે જબરદસ્તી કરી ત્યારે હું 14 વર્ષની હતી. યુવતી સાથે ફોન પર અભદ્ર વાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમાં એચ.પી. સ્વામી અને કે.પી. સ્વામીએ મદદગારી કર્યાનો આક્ષેપ લાગ્યો છે. યુવતીએ સ્વામીને કડંડ સજા થાય તેવી માંગ કરી છે.


[[$googlead]]

જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ યુવતીએ કરેલા આક્ષેપોનું ખંડન કર્યું છે. જગતપાવન સ્વામીએ કહ્યું કે, મારા પરનો આક્ષેપ ખોટો છે. યુવતીના પિતાએ મને યુવતીને સમજાવવા કહ્યુ હતું. યુવતીને કોઈ યુવક સાથે સંબંધ હતો. હું 2020-21માં અમેરિયાથી આવ્યું છું. આ લેન્ડ ગ્રેબિંગનો મામલો છે, તેમાં રીસ કાઢે છે.


[[$alsoread]]

  • Follow us on: